OTT જંક્શન: તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી અને કેનેડી

18 February, 2026 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે. ‘કેનેડી’ને ૨૦ ફેબ્રુઆરીથી ઝી5 પર જોઈ શકાશે.

ફિલ્મ `તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી` તેમજ `કેનેડી`

તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મ ગયા વર્ષે ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જેમાં કાર્તિકે ‘રેહાન’નું અને અનન્યાએ ‘રૂમી’નું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ પ્રેમ, સંબંધોની ગૂંચવણ અને ભાવનાત્મક સંઘર્ષ પર આધારિત છે. ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ હવે એ ૧૯ ફેબ્રુઆરીથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવાની છે.

કેનેડી 

આ એક ક્રાઇમ-થ્રિલર ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં રાહુલ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સની લીઓની મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા એક પોલીસ-અધિકારીની આસપાસ ફરે છે. આ અધિકારીને દુનિયા મરેલો માને છે પરંતુ તે ગુપ્ત રીતે જીવિત રહીને સિસ્ટમની અંદર રહેલા ભ્રષ્ટાચાર સામે લડતો રહે છે. ફિલ્મની ડાર્ક અને ઇન્ટેન્સ નરેશન સ્ટાઇલ એને સામાન્ય કમર્શિયલ ફિલ્મોથી અલગ બનાવે છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપે કર્યું છે. ‘કેનેડી’ને ૨૦ ફેબ્રુઆરીથી ઝી5 પર જોઈ શકાશે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news kartik aaryan Ananya Panday rahul bhatt