04 November, 2025 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરીની ક્રિસમસ રિલીઝ ફાઇનલ
અનન્યા પાંડે અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ની રિલીઝ-ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૫ ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના દિવસે રિલીઝ થવાની છે. કાર્તિક આર્યને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફિલ્મનું પોસ્ટર શૅર કરીને રિલીઝની તારીખ જાહેર કરી છે. કાર્તિકે આ પોસ્ટમાં કૅપ્શન લખી છે, ‘હું ફરી આવી રહ્યો છું. આ વખતે ક્રિસમસ... ૨૫ ડિસેમ્બર.’
આ ફિલ્મમાં કાર્તિક અને અનન્યા ઉપરાંત જૅકી શ્રોફ અને નીના ગુપ્તા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મની ટક્કર બૉક્સ-ઑફિસ પર અગસ્ત્ય નંદા સ્ટારર ‘ઇક્કીસ’ સાથે થશે.