હવે મને મારું શરીર સાથ નથી આપતું

10 November, 2025 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્‌વિન્કલ ખન્નાએ પોતાના મેનોપૉઝના અનુભવ શૅર કર્યા

ટ્‌વિન્કલ ખન્ના

ટ્‌વિન્કલ ખન્ના તેની અનોખી લેખનશૈલીને લીધે જાણીતી છે. હાલમાં તેણે પોતાની કૉલમમાં ‘મેનોપૉઝ’ વિશે હળવી શૈલીમાં પણ સચોટ વાત કરી છે. ટ્‌વિન્કલે પોતાના લેખમાં લખ્યું હતું કે ‘મેનોપૉઝ એટલે જાણે કોઈ ચોર તમારા ઘરમાં ઘૂસી આવે અને તમારી વસ્તુઓ જ નહીં ચોરે, પણ ઘરનું આખું ફર્નિચર પોતાની મરજી મુજબ બદલી નાખે.’

આ આર્ટિકલમાં મેનોપૉઝ વિશેના પોતાના અનુભવને જણાવતાં ટ્‌વિન્કલે કહ્યું હતું કે ‘હવે મારું શરીર મને સાથ નથી આપતું. પહેલાં હું અને મારું શરીર એક જ હતાં, પણ હવે એ થાકે છે. મને સાથ નથી આપતું. મારે હવે પરસેવો પાડવા કાર્ડિયો કરવાની જરૂર નથી પડતી, ગુસ્સે થવા માટે કોઈ કારણની જરૂર નથી પડતી અને સહાનુભૂતિ અનુભવવી હોય તો સામે માણસની હાજરીની પણ જરૂર નથી પડતી.’

ટ્‌વિન્કલે કૉલમમાં સમજાવ્યું હતું કે મેનોપૉઝ સ્ત્રીના જીવનનો એવો સમય છે જે માત્ર શરીરને જ નહીં, વિચાર અને વર્તનને પણ હચમચાવી નાખે છે. તેણે હળવાશથી લખ્યું હતું કે પુરુષોનાં હૉર્મોન્સ સાથે ક્યારેય આવું થતું નથી, જ્યારે આપણાં હૉર્મોન્સ તો એ રીતે ઊથલપાથલ મચાવે છે જે રીતે IITના ગ્રૅજ્યુએટ્સ અમેરિકા તરફ ભાગે છે!’
ટ્‌વિન્કલે પોતાના આર્ટિકલમાં લખ્યું હતું કે સમય આવી ગયો છે કે હવે સ્ત્રીઓને પિરિયડ્સ, મેનોપૉઝ કે શારીરિક પરિવર્તન વિશેના પોતાના અનુભવ ખુલ્લેઆમ શૅર કરવાનો હક મળવો જોઈએ.

twinkle khanna entertainment news bollywood bollywood news bollywood gossips