22 February, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રંજના નારાયણ અને ઉદિત નારાયણ (ફાઇલ તસવીર)
બૉલિવૂડના દિગ્ગજ સિંગર ઉદિત નારાયણ વિવાદમાં સપડાયા છે. કારણ કે થોડા સમય પહેલા ઉદિત નારાયણના એક મહિલા ફૅનને હોઠ પર કિસ કરવાના એક પછી એક બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે હાલમાં તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે આ વખતે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.
પ્રખ્યાત બૉલિવૂડ ગાયક ઉદિત નારાયણ ઝા શુક્રવારે સુપૌલ ફેમિલી કોર્ટમાં હાજર થયા. આ કેસ તેમની પહેલી પત્ની રંજના નારાયણ ઝા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ 2022 માં તેમના વૈવાહિક જીવનને ફરીથી શરૂ કરવા માટે દાખલ કરવામાં આવ્યો હતો. અગાઉ, ઉદિત નારાયણ ઘણી વખત સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કોર્ટે તેમના પર 10 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસ રાહુલ ઉપાધ્યાયે ઉદિત નારાયણને 28 જાન્યુઆરી, 2025 સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી. રંજનાના વકીલ અજય કુમારે આ કેસ બાબતે જણાવતા કહ્યું હતું કે “મારા ક્લાયન્ટ રંજના નારાયણને કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમને આશા છે કે તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.”
રંજના નારાયણ ઝાએ કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા માગે છે અને તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તે હવે તેમની સાથે પોતાનું જીવન વિતાવવા માગે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે પણ તે મુંબઈમાં ઉદિત નારાયણને મળવા જાય છે, ત્યારે ગુંડાઓ તેમની પાછળ મોકલવામાં આવે છે. કોર્ટમાં હાજર થયા બાદ રંજનાએ કહ્યું કે આજે કોર્ટમાં ઉદિત નારાયણે સમાધાન કરવાનો ઇનકાર કર્યો છે અને તેમણે કહ્યું છે કે તેઓ કેસ લડશે.
રંજનાએ આરોપ કર્યો સછે કે લગ્ન પછી પણ ઉદિત નારાયણે દ્વારા તેમને પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો અને તેના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે કોર્ટ પાસેથી ન્યાયની આશા વ્યક્ત કરી છે. આ કેસથી ફરી એકવાર બૉલિવૂડ સ્ટાર્સને તેમના અંગત જીવન અને વ્યાવસાયિક જીવનને સંતુલિત કરવામાં આવતી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી આ કેસ બાબતે ઉદિત નારાયણ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે નિવેદન આપવામાં આવ્યું નથી.
સિંગર ઉદિત નારાયણે એક લાઇવ કૉન્સર્ટમાં કેટલીક મહિલા ફૅનને લિપ-કિસ કરતાં વિવાદ શરૂ થયો છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે અને લોકો તેમની ટીકા કરી રહ્યા છે ત્યારે તેમણે આ મુદ્દે ચુપકીદી તોડતાં કહ્યું હતું કે આ બધી દીવાનગી હોય છે, એના પર આટલું ધ્યાન આપવાની જરૂર નથી.
ઉદિત નારાયણનો પપ્પી કાંડ
સિંગર ઉદિત નારાયણે એક લાઇવ કૉન્સર્ટમાં કેટલીક મહિલા ફૅનને હોઠ પર કિસ કરતાં વિવાદ શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો અને લોકો તેમની ટીકા કરવાની શરૂઆત કરી હતી. આ અંગે કહ્યું હતું કે આ બધી દીવાનગી હોય છે, એના પર આટલું ધ્યાન આપવાની જરૂર નથી.