ક્યા અદા ક્યા જલવે

07 September, 2026 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઊર્મિલા માતોન્ડકરે ‘લજ્જા’ના લોકપ્રિય ગીત ‘આ હી જાઈએ’ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ગ્લૅમરસ લુક સાથે ખાસ પોસ્ટ શેર કરી ચાહકોનો આભાર માન્યો.

ઉર્મિલા માતોંડકર

બાવન વર્ષની થઈ ગયેલી ઍક્ટ્રેસ ઊર્મિલા માતોન્ડકરે ૨૦૦૧માં આવેલી પોતાની ફિલ્મ ‘લજ્જા’ના લોકપ્રિય ગીત ‘આ હી જાઈએ’નાં પચીસ વર્ષ પૂરાં થવાની ખુશી અનોખી રીતે ઊજવી હતી. આ પ્રસંગે ઊર્મિલાએ બ્લશ પિંક રંગનું સીક્વિન અને ક્રિસ્ટલ એમ્બેલિશમેન્ટથી સજ્જ થાઈ-હાઈ સ્લિટનું ફ્લોર-લેન્થ ગાઉન પહેરીને પોતાનો જાદુ દેખાડ્યો હતો. પોતાના આ લુકની તસવીરો દર્શાવતી પોસ્ટમાં ઊર્મિલાએ લખ્યું હતું કે, ‘આ પોસ્ટ આપ સૌને સમર્પિત છે. તમે બધાએ ‘આ હી જાઈએ’ ગીતને બનાવ્યું છે અને એની રિલીઝનાં પચીસ વર્ષ બાદ પણ મારી કલ્પના કરતાં અનેકગણું વધુ લોકપ્રિય બનાવ્યું છે એ બદલ આભાર અને આદર સાથે આ પોસ્ટ આપ સૌને સમર્પિત કરું છું. છેલ્લા કેટલાક દિવસોમાં આપ સૌ સુંદર મહિલાઓ (અને કેટલાક પુરુષો) દ્વારા મને ડેડિકેટ કરવામાં આવેલી પોસ્ટ્સ મને જોવી બહુ ગમી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, હંમેશાં નાચતા રહો... આપ સૌ માટે મારો અઢળક પ્રેમ અને અપાર કૃતજ્ઞતા... ચમકતા રહો અને નાચતા રહો.’

urmila matondkar entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood indian films indian cinema