✕

ઉર્વશી રાઉતેલાનો અમેરિકન AI કંપની સામે કાનૂની જંગ, માગ્યું ૭ હજાર કરોડ રૂપિયાનું વળતર

30 September, 2026 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમગ્ર મામલો ઉર્વશી રાઉતેલાની તસવીરો અને વિડિયોનો તેની પરવાનગી વિના ઉપયોગ કરવા સાથે જોડાયેલો છે

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલા પોતાની ઍક્ટિંગ કરતાં વધુ પોતાની ફૅશન-સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ફૅશન-આઇકન તરીકે જાણીતી ઉર્વશી રાઉતેલાની ચર્ચા હવે અમેરિકામાં પણ થઈ રહી છે. હાલમાં તેની ટીમે અમેરિકાના લૉસ ઍન્જલસસ્થિત એક આ‌ર્ટિ‌ફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) કંપની સામે કાનૂની કાર્યવાહી કરી છે અને ૭ હજાર કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે.

આ સમગ્ર મામલો ઉર્વશી રાઉતેલાની તસવીરો અને વિડિયોનો તેની પરવાનગી વિના ઉપયોગ કરવા સાથે જોડાયેલો છે. ઉર્વશીની ટીમનો આરોપ છે કે અમેરિકાની એક AI કંપનીએ અભિનેત્રીની તસવીરોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો હતો અને નોંધપાત્ર કમાણી પણ કરી હતી.

ઉર્વશીની ટીમે અમેરિકાની કંપની સામે કાનૂની કાર્યવાહી કરીને વળતરની માગણી કરવા ઉપરાંત કંપનીને સલાહ પણ આપી છે અને કહ્યું છે કે કંપનીએ પોતાની બ્રૅન્ડ અને એજન્સી બનાવવી જોઈએ અને ઉર્વશીનાં નામ, તસવીરો તથા વિડિયોનો પરવાનગી વિના ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

urvashi rautela ai artificial intelligence united states of america entertainment news bollywood bollywood news bollywood gossips