20 November, 2025 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રાઉતેલા
ઍક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ એક અવૉર્ડ્સ સમારોહમાં ૭ કરોડ રૂપિયાનો વાસ્તવિક સોના અને હાથથી જડેલા હીરાથી બનેલો પોશાક પહેર્યો હતો. આ આઉટફિટ પહેરીને ઉર્વશીએ રેડ કાર્પેટ પર વૉક કર્યું ત્યારે લોકોનાં મન મોહી લીધાં હતાં. આ ડ્રેસમાં વિસ્તૃત કૉલર અને શિલ્પવાળા સ્કર્ટ પર જટિલ ફૂલોની ડિઝાઇન હતી. ઉર્વશીએ જાડા સોનાની કાનની બુટ્ટીઓ અને વીંટીઓ સાથે ઝાકળવાળા, સોનાના ટોન મેકઅપ સાથે લુક પૂરો કર્યો હતો.