ફિટ હૈ બૉસ

19 May, 2022 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની ફિટનેસ અને ન્યુટ્રિશનની માહિતીની આપલે કરી શકાય એ માટે પ્લૅટફૉર્મ લૉન્ચ કરશે વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂર પોતાની ફિટનેસની સ્ટોરીને લોકો સાથે શૅર કરવા અને બૅલૅન્સ્ડ લાઇફ માટે એક પ્લૅટફૉર્મ શરૂ કરવા માગે છે. સાથે જ તે લોકોને ન્યુટ્રિશન માટે ચોક્કસ માહિતી મેળવવા પણ પ્રોત્સાહિત કરવા માગે છે. વાણીએ કહ્યું હતું કે ‘હેલ્થ અને વેલનેસ માટે હું ખૂબ પૅશનેટ છું. એક શહેરમાંથી આવીને મુંબઈમાં ઍક્ટ્રેસ બનવાની કોશિશ કરી રહી હતી ત્યારે મેં જાણી લીધું હતું કે મારે લાઇફને લઈને ખૂબ જ ડિસિપ્લિન્ડ રહેવું પડશે. હું શું ભોજન લઉં છું એ માટે મારે ચોક્કસ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે એ મારી ફિટનેસ પર અસર કરે છે. હું ખૂબ ફૂડી છું અને હું કોઈ વાર ચીટ પણ કરી લઉં છું. જોકે હું એ વાતની ખાતરી રાખું છું કે મારી હેલ્થ સારી રહે. હું લોકો સાથે મારી ફિટનેસની જર્નીને શૅર કરવા આતુર છું. મારે એવું પ્લૅટફૉર્મ શરૂ કરવું છે જેમાં લોકો એકબીજા પાસેથી માહિતી લઈ શકે અને લાઇફને બૅલૅન્સ કરી શકે. મારે મારું ફિટનેસ સીક્રેટ તેમની સાથે શૅર કરવું છે અને તેઓ પોતે ફિટ રહેવા શું કરે છે એ જાણવું છે જેથી હું એને મારી લાઇફમાં ઍડ કરી શકું. આગામી કેટલાક મહિનામાં હું એને લૉન્ચ કરીશ.’

bollywood news entertainment news vaani kapoor