19 December, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજત કપૂર
મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મ ‘વારાણસી’ હાલમાં ચર્ચામાં છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મમાંથી ઍક્ટર રજત કપૂરને રિપ્લેસ કરવામાં આવે એવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં મહેશ બાબુના પપ્પાના રોલ માટે સાઇન કરાયેલા રજત કપૂર અને ડિરેક્ટર વચ્ચે ક્રીએટિવ મતભેદ ઊભો થયો છે જેને કારણે હવે રજત કપૂરને રિપ્લેસ કરી શકાય છે. જોકે આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ‘વારાણસી’ ૨૦૨૬ના અંતમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં મોટા પડદા પર રિલીઝ થાય એવી સંભાવના
છે.