✕

હૉલીવુડની સુપરહિટ ઑબ્સેશનના હિન્દી વર્ઝનમાં વરુણ ધવન અને ક્રિતી સૅનનનો અવાજ

28 October, 2026 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ ધવન અને ક્રિતી સૅનન હૉલીવુડની બ્લૉકબસ્ટર હૉરર ફિલ્મ ‘ઑબ્સેશન’ના હિન્દી વર્ઝન સાથે જોડાયાં છે

વરુણ ધવન અને ક્રિતી સૅનન

વરુણ ધવન અને ક્રિતી સૅનન હૉલીવુડની બ્લૉકબસ્ટર હૉરર ફિલ્મ ‘ઑબ્સેશન’ના હિન્દી વર્ઝન સાથે જોડાયાં છે. બન્ને કલાકારો ફિલ્મના હિન્દી વર્ઝનમાં મુખ્ય પાત્રોને પોતાનો અવાજ આપશે. ક્રિતી પહેલી વાર અન્ય ઍક્ટરના અભિનય માટે પોતાનો અવાજ આપ્યો છે.

પોતાના આ અનુભવ વિશે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મને ફિલ્મ ‘ઑબ્સેશન’માં કલાકારોનો અભિનય ખૂબ જ ગમ્યો. આ એક રસપ્રદ, અનોખી અને વિચિત્ર વળાંકો ધરાવતી વાર્તા છે. મેં અગાઉ ક્યારેય આટલું બોલ્ડ પાત્ર ભજવ્યું નથી, તેથી આ અનુભવ મારા માટે વધુ રોમાંચક અને પડકારજનક બન્યો. આ પહેલી વાર છે જ્યારે મેં અન્ય ઍક્ટરના અભિનય માટે પોતાનો અવાજ આપ્યો છે. આનાથી વધુ રોમાંચક ફિલ્મ મને મળી જ ન શકી હોત. આ ફિલ્મ માટે અવાજ આપવાની મને ખૂબ મજા આવી. મને ખુશી છે કે દર્શકો આ ફિલ્મનો આનંદ હિન્દીમાં માણી શકશે.’

bollywood buzz bollywood news bollywood entertainment news kriti sanon varun dhawan hollywood news