24 June, 2026 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન
વરુણ ધવને પોતાની કરીઅરમાં અનેક ફિલ્મો કરી છે પણ હાલમાં તેણે પોતાની એવી એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે જેમાં કામ કરવાની તેણે ના પાડી દીધી હતી અને પછી આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મ હતી ‘અંધાધુન’ અને વરુણને આજે પણ આ ફિલ્મમાં કામ કરવા માટે ના પાડવાનો અફસોસ છે.
વરુણે પોતાની આ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે મેં એક સારી ફિલ્મને ના પાડી હતી જે પછી ખૂબ જ ઉત્તમ ફિલ્મ બની અને એ ફિલ્મ હતી ‘અંધાધુન’. મને આ ફિલ્મ ઑફર થઈ હતી પણ એ સમયે હું બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તેથી હું આ ફિલ્મ કરી શક્યો નહોતો. ફિલ્મની મૂળ કાસ્ટમાં હું અને કંગના રનૌત હતાં. જોકે પછી આ રોલ આયુષ્યમાન ખુરાના અને તબુના ફાળે ગયા હતા.’