✕

વરુણ ધવન ઊપડી ગયો ફૅમિલી-વેકેશન પર

15 November, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત તેણે પોતાના ફિટનેસ-શેડ્યુલની ઝલક પણ દેખાડી હતી, જેમાં યોગ અને વર્કઆઉટ સેશનનો સમાવેશ થાય છે. આ તસવીરોમાંથી એકમાં તેણે પોતાની દીકરી લારાનો હાથ પકડ્યો છે. બાપ-દીકરીની આ સુંદર તસવીરમાં બન્ને વચ્ચેનું બૉન્ડિંગ સ્પષ્ટ જોવા મળે છે.

વરુણ ધવન અને તેની દીકરી

વરુણ ધવન હાલમાં મુંબઈના ઘોંઘાટથી દૂર પરિવાર સાથે વેકેશનનો આનંદ માણી રહ્યો છે. તેણે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે. વરુણે આ તસવીરો શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું હતું કે ‘વાઇલ્ડ ઍન્ડ ફ્રી.’ આ તસવીરોમાં વરુણ વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશન પર સમય પસાર કરતો, સ્વિમિંગ પૂલ પાસે આરામ કરતો અને બીચ પર મસ્તી કરતો જોવા મળે છે. એક તસવીરમાં તે સમુદ્રકિનારે શર્ટલેસ પોઝ આપતો પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે પોતાના ફિટનેસ-શેડ્યુલની ઝલક પણ દેખાડી હતી, જેમાં યોગ અને વર્કઆઉટ સેશનનો સમાવેશ થાય છે. આ તસવીરોમાંથી એકમાં તેણે પોતાની દીકરી લારાનો હાથ પકડ્યો છે. બાપ-દીકરીની આ સુંદર તસવીરમાં બન્ને વચ્ચેનું બૉન્ડિંગ સ્પષ્ટ જોવા મળે છે.

varun dhawan wildlife social media entertainment news bollywood news bollywood gossips bollywood