હૈ જવાની તો ઇશ્ક હોના હૈના ટીઝરને મળી ગયું સેન્સર બોર્ડનું ગ્રીન સિગ્નલ

06 April, 2026 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટીઝરને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને એની લંબાઈ ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે

`હૈ જવાની તો ઇશ્ક હોના હૈ`નો સીન

બૉલીવુડ અભિનેતા વરુણ ધવન હાલમાં ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે જેમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ પણ સામેલ છે. આ ફિલ્મ સાથે નિર્દેશક ડેવિડ ધવન ફરીથી ડિરેક્ટરની જવાબદારી નિભાવશે. ફિલ્મમાં વરુણ ધવન સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર નજર આવવાનાં છે. આ ફિલ્મ એક રોમૅન્ટિક-કૉમેડી છે જેમાં લવ-ટ્રાયેન્ગલ અને મજેદાર કૉમેડી જોવા મળશે.

રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું ટીઝર તૈયાર થઈ ગયું છે અને એને સેન્સર બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ પણ મળી ગયું છે. આ ટીઝરને યુએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને એની લંબાઈ ૧ મિનિટ ૩૦ સેકન્ડ છે. ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ૧૨ જૂને રિલીઝ થશે અને એનું ટીઝર ફિલ્મની રિલીઝથી થોડા દિવસો પહેલાં જ જાહેર કરવામાં આવશે.

upcoming movie varun dhawan pooja hegde mrunal thakur teaser release central board of film certification cbfc entertainment news bollywood bollywood news