02 September, 2026 10:28 AM IST | Singapore | Gujarati Mid-day Correspondent
સિંગાપોરમાં પોતાના વૅક્સ સ્ટૅચ્યુ પાસે વરુણ ધવને પડાવ્યો ફૅમિલી-ફોટો
વરુણ ધવન હાલમાં પત્ની નતાશા દલાલ અને બે વર્ષની દીકરી લારા સાથે વેકેશન માટે સિંગાપોર ગયો હતો. વરુણે સોશ્યલ મીડિયા પર આ યાદગાર પ્રવાસની અનેક તસવીરો શૅર કરી હતી, જેમાં સિંગાપોરના મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં પોતાના વૅક્સના સ્ટૅચ્યુ સાથેની ખાસ મુલાકાત પણ સામેલ હતી. આ તસવીરોમાં વરુણ પોતાના વૅક્સના સ્ટૅચ્યુની બાજુમાં પોઝ આપતો જોવા મળે છે. આ સમયે વરુણ, નતાશા અને લારાએ સ્ટૅચ્યુ સાથે ફૅમિલી-ફોટો પણ પડાવ્યો હતો. જોકે હંમેશની જેમ વરુણે સોશ્યલ મીડિયા પર દીકરીનો ચહેરો છુપાવીને જ તસવીરો શૅર કરી હતી.