01 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
શેફાલી જરીવાલાના અવસાન પછી ઘટનાને કવર કરવા મીડિયાએ કરેલા વર્તનથી વરુણ ધવન બરાબરનો અકળાયો છે. વરુણ અગાઉ પણ કોઈના મૃત્યુ પર અમુક મીડિયાવાળા જે રીતે વર્તે છે એની ટીકા કરી ચૂક્યો છે. શેફાલીના મૃત્યુ પર ફરી વાર આ મુદ્દો ઉપાડતાં વરુણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે : ફરી વાર કોઈના અવસાનની ઘટનાને મીડિયા અસંવેદનશીલતા સાથે કવર કરી રહ્યું છે. મને એ નથી સમજાતું કે તમારે કોઈનું દુ:ખ શા માટે કવર કરવું છે, બધા આનાથી કેટલા અન્કમ્ફર્ટેબલ હોય છે. કોઈને આનાથી શું ફાયદો થવાનો છે? મીડિયાના મારા મિત્રોને મારી વિનંતી છે કે કોઈ એવું નહીં ઇચ્છે કે તેની અંતિમ યાત્રા આ રીતે કવર થાય.
વરુણની આ પોસ્ટ જાહ્નવી કપૂરે પણ શૅર કરી છે અને એની સાથે તેણે લખ્યું છે કે ફાઇનલી આ મુદ્દો કોઈએ ઉપાડ્યો.