યશ રાજ ફિલ્મ્સની પહેલી હૉરર ફિલ્મનો હીરો બનશે વરુણ ધવન

08 August, 2026 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશ રાજ ફિલ્મ્સ પહેલી વખત હૉરર ફિલ્મ બનાવી રહી છે અને આ ફિલ્મમાં લીડ ઍક્ટર તરીકે વરુણ ધવનની પસંદગી કરવામાં આવી છે. ૨૦૧૮માં આવેલી ‘સુઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’ બાદ વરુણની યશ રાજ ફિલ્મ્સ સાથે આ બીજી ફિલ્મ હશે.

વરુણ ધવન

યશ રાજ ફિલ્મ્સ પહેલી વખત હૉરર ફિલ્મ બનાવી રહી છે અને આ ફિલ્મમાં લીડ ઍક્ટર તરીકે વરુણ ધવનની પસંદગી કરવામાં આવી છે. ૨૦૧૮માં આવેલી ‘સુઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’ બાદ વરુણની યશ રાજ ફિલ્મ્સ સાથે આ બીજી ફિલ્મ હશે. આ ફિલ્મનું ડિરેક્શન વેબ-સિરીઝ ‘રૉકેટ બૉય્‌ઝ’નું ડિરેક્શન કરનાર અભય પન્નુ કરશે. આ ફિલ્મ વિશે બીજી વિગતો તો જાહેર નથી થઈ પણ એને ૨૦૨૭માં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

varun dhawan yash raj films bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news