ઍક્ટિંગમાંથી બ્રેક લેવાનું વરુણ ધવનનું પ્લાનિંગ

11 March, 2026 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ બનીને રિલીઝ થવાની તૈયારીમાં છે

વરુણ ધવન

વરુણ ધવનની છેલ્લી ફિલ્મ ‘બૉર્ડર 2’માં તેની ઍક્ટિંગની સારી એવી પ્રશંસા થઈ હતી. હવે તેની બીજી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ બનીને રિલીઝ થવાની તૈયારીમાં છે. આ સંજોગોમાં હવે માહિતી મળી છે કે આ ફિલ્મની રિલીઝ પહેલાં જ વરુણ ધવને ઍક્ટિંગમાંથી બ્રેક લેવાનું પ્લાનિંગ કરી લીધું છે.

વરુણ છેલ્લા કેટલાક સમયથી ‘બૉર્ડર 2’ના શૂટિંગ અને ત્યાર બાદ ફિલ્મના પ્રમોશનને કારણે લાંબો સમય વ્યસ્ત રહ્યો હતો અને હવે તે પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા ઇચ્છે છે. રિપોર્ટ મુજબ વરુણ ખાસ કરીને પોતાની દીકરી લારા સાથે સમય વિતાવવા ઇચ્છે છે અને આ કારણે તે થોડા સમય માટે કામથી દૂર રહીને સંપૂર્ણ ધ્યાન પરિવાર પર કેન્દ્રિત કરશે.

varun dhawan entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz