વેદાંગ રૈનાએ વાતવાતમાં ખુશી કપૂર સાથેના બ્રેકઅપને કન્ફર્મ કરી દીધું

28 May, 2026 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ બે વર્ષ સુધી બન્નેના રોમૅન્સની ચર્ચાઓ જોરશોરથી ચાલી, પરંતુ આ વર્ષની શરૂઆતમાં જ બન્નેના બ્રેકઅપના સમાચાર સામે આવવા લાગ્યા હતા

અત્યાર સુધી ખુશી અને વેદાંગે આ સમાચાર પર મૌન જાળવી રાખ્યું હતું

ખુશી કપૂર છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી છે. ખુશીએ ૨૦૨૩માં ‘ધી આર્ચીઝ’થી ડેબ્યુ કર્યું હતું અને એ જ દરમ્યાન તેના અને કો-ઍક્ટર વેદાંગ રૈના વચ્ચે ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યાર બાદ બન્નેને ઘણી વાર સાથે જોવામાં આવ્યાં હતાં. લગભગ બે વર્ષ સુધી બન્નેના રોમૅન્સની ચર્ચાઓ જોરશોરથી ચાલી, પરંતુ આ વર્ષની શરૂઆતમાં જ બન્નેના બ્રેકઅપના સમાચાર સામે આવવા લાગ્યા હતા. અત્યાર સુધી ખુશી અને વેદાંગે આ સમાચાર પર મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે વેદાંગે વાતવાતમાં પોતાના બ્રેકઅપની પુષ્ટિ કરી દીધી છે.

વેદાંગ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને લઈને ચર્ચામાં છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં તેની સાથે શર્વરી છે. આ ફિલ્મના પ્રમોશન વખતે પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે વાત કરતાં વેદાંગે કહ્યું કે હું કોઈ કપલ સાથે રિલેટ કરી શકતો નથી, કારણ કે હું કોઈ રિલેશનશિપમાં નથી. વેદાંગના આ નિવેદન બાદ તેનું અને ખુશીનું બ્રેકઅપ કન્ફર્મ થઈ ગયું છે.

vedang raina khushi kapoor relationships entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz