લક્ષ્ય સાથે હવે જામશે વેદિકા પિન્ટોની જોડી

04 September, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મુસાફિર કૅફે’થી લોકપ્રિય બનેલી વેદિકા પિન્ટો હવે લક્ષ્ય સાથે નવી સાઇકોલૉજિકલ લવ-સ્ટોરીમાં જોવા મળશે, જેમાં પ્રેમ અને માનવમનનાં મનોવૈજ્ઞાનિક પાસાંઓને ઊંડાણથી રજૂ કરવામાં આવશે.

લક્ષ્ય અને વેદિકા પિન્ટો

‘મુસાફિર કૅફે’માં પોતાના અભિનયથી ચાહકોનાં દિલ જીતનાર ઍક્ટ્રેસ વેદિકા પિન્ટોને હવે વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે વેદિકા ટૂંક સમયમાં એક સાઇકોલૉજિકલ લવ-સ્ટોરીમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સામે લક્ષ્ય લીડ રોલમાં હશે અને બન્ને પહેલી વખત સાથે સ્ક્રીન શૅર કરશે. આ ફિલ્મમાં પ્રેમની સાથે માનવમનનાં મનોવૈજ્ઞાનિક પાસાંઓને પણ ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવશે.
આ ફિલ્મ માટે મેકર્સ એવા નવા ચહેરાની શોધમાં હતા જે પાત્રમાં તાજગીની સાથે ગહનતા અને ઇન્ટેન્સિટી પણ લાવી શકે. આ સંજોગોમાં લક્ષ્ય અને વેદિકાની નવી જોડી જ આ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ બનશે.

karan johar dharma productions entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood