30 October, 2025 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
પોતાની સુંદરતા અને સ્ટાઇલને કારણે એક સમયે બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસ ગણાતી રેખા હવે ૭૧ વર્ષની થઈ ગઈ છે અને તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. લાંબા સમય પછી રેખાને હાલમાં એક શૉપિંગ કૉમ્પ્લેક્સની બહાર ફોટોગ્રાફર્સે ક્લિક કરી હતી. આ સમયે રેખાએ માથાથી પગ સુધીના શરીરને આવરી લેતાં સફેદ વસ્ત્રો પહેર્યાં હતાં અને આંખો પર પણ ચશ્માં પહેર્યાં હતાં. આ પ્રકારના લુકમાં રેખાને બહુ ઓછા લોકો ઓળખી શક્યા હતા.