22 May, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બી.કે. તાંબે (ફાઇલ તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ભારતીય ફિલ્મ ફોટોગ્રાફીની દુનિયામાં સૌથી વરિષ્ઠ અને આદરણીય નામોમાંના એક બી.કે. તાંબેનું બુધવારે અવસાન થયું. તેઓ બૉલિવૂડના પડદા પાછળની પ્રતિષ્ઠિત ક્ષણો (Behind the Scenes)ને કેદ કરવા માટે જાણીતા હતા. તાંબે ફક્ત એક ફોટોગ્રાફર જ નહોતા, તેમણે પોતાના લૅન્સ દ્વારા ભારતીય સિનેમાના ઇતિહાસને જોયો છે અને કેદ પણ કર્યો છે.
બૌદ્ધજન ગ્રામસ્થળ મંડળના સભ્ય
તેમને 2014માં દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવોર્ડ મળ્યો હતો. બી.કે. તાંબે પોતાની કળા માટે ફિલ્મ ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ છે. તેમનો વારસો અસંખ્ય ફિલ્મો અને યાદોના સ્થિર ફ્રેમમાં કોતરાયેલો છે. તેમણે અસંખ્ય ફિલ્મો માટે કામ કર્યું છે. તેઓ બૌદ્ધજન ગ્રામસ્થળ મંડળ, પનવેલ, મુંબઈના સક્રિય સભ્ય પણ હતા.
તાંબેનું 21 મે 2025 ના રોજ બપોરે 12:30 વાગ્યે માંદગી બાદ અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા. તમને જણાવી દઈએ કે ફોટોગ્રાફર બી.કે. તાંબે કાલાતીત દ્રશ્યોનો વારસો અને ફોટોગ્રાફીની દુનિયા પર ઊંડી અસર છોડી છે. આ ક્ષેત્રમાં એક વિશ્વસનીય નામ બી.કે. તાંબેએ દાયકાઓ સુધી બૉલિવૂડની કીમતી ક્ષણોને તેમના કૅમરામાં કેદ કરી છે. તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને 2014 માં દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવોર્ડ મળ્યો હતો. પનવેલના બૌદ્ધજન ગ્રામસ્થળ મંડળના સમર્પિત સભ્ય, તેઓ માત્ર ફોટોગ્રાફર જ નહોતા પણ સિનેમાના ઇતિહાસના સાક્ષી પણ હતા. બી.કે. તાંબેએ દેવ આનંદ, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, શાહરૂખ ખાન જેવા મહાન સ્ટાર્સ સહિત બૉલિવૂડની ઘણી હસ્તીઓ સાથે કામ કર્યું હતું.
બી.કે. તાંબે ભારતીય ફિલ્મ ફોટોગ્રાફીમાં એક મહાન વ્યક્તિત્વ હતા. લેન્સ પાછળનું એક વિશ્વસનીય નામ, તાંબેએ દાયકાઓ સુધી બૉલિવૂડની મોટી હસ્તીઓ સાથે કામ કર્યું છે. તેમના મોત યોગદાન માટે 2014 માં દાદાસાહેબ ફાળકે એકેડેમી ઍવોર્ડ મેળવ્યો. બૌદ્ધજન ગ્રામસ્થળ મંડળ, પનવેલના સમર્પિત સભ્ય, તેઓ માત્ર ફોટોગ્રાફર જ નહીં, પરંતુ સિનેમેટિક ઇતિહાસના સાક્ષી હતા. બી.કે તાંબેનું 21 મે 2025 ના રોજ બપોરે 12:30 વાગ્યે 79 વર્ષની વયે માંદગી બાદ અવસાન થયું.
અનેક હસ્તીઓ સાથે કામ કર્યું
તેમને બૉલિવૂડની નામાંકિત હસ્તીઓ સાથે સામ કર્યું છે. જેમાં શાહરુખ ખાન, દેવ આનંદ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હૃતિક રોશન, અક્ષય કુમાર જેવા નામોનો સમાવેશ થાય છે. તેમણે પોતાના લૅન્સ દ્વારા ભારતીય સિનેમાના ઇતિહાસને જોયો છે અને કેદ પણ કર્યો છે. યંગ સ્ટાર્સથી લઈ ને પીઢ કલાકારો સુધી, બી.કે. તાંબેએ બધી જ પેઢીના બૉલિવૂડ સ્ટાર્સ સાથે તેમણે અસંખ્ય ફિલ્મો માટે કામ કર્યું છે. લાંબી માંદગીના કારણે તેમનું બુધવારના 79ની વયે અવસાન થયું હતું. પોતાની કળા માટે ફિલ્મ ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ છે.