પીઢ ગાયિકા વાણી જયરામનું ૭૭ વર્ષની વયે નિધન

04 February, 2023 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ મળ્યું હતું ‘પદ્મ ભૂષણ’નું સન્માન

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુપ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામ (Vani Jairam)નું નિધન થયું છે. ચેન્નઈ (Chennai)માં સ્થિત તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધનના સમાચારે સહુને ચોંકાવી દીધા છે. સર્વત્ર શોકની લહેર છે. તેઓ ૭૭ વર્ષના હતા.

વાણી જયરામે ૭૭ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગાયિકા ચેન્નઇમાં આવેલા ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તેમનું મૃત્યુ કઈ રીતે થયું તે અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી.

પીઢ ગાયિકાએ તાજેતરમાં જ એક પ્રોફેશનલ ગાયિકા તરીકે સંગીત ઉદ્યોગમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે કારકિર્દીમાં ૧૦,૦૦૦થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. વાણી જયરામે આરડી બર્મન, કે.વી. મહાદેવન, ઓપી નૈય્યર અને મદન મોહન સહિત અનેક પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. તેમણે એવરગ્રીન ચાર્ટબસ્ટર્સ ગીતો આપ્યા છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ૨૫ જાન્યુઆરીએ સરકારે ‘પદ્મ પુરસ્કારો’ની જાહેરાત કરી હતી. આ વખતે ‘પદ્મ ભૂષણ’ની યાદીમાં ગાયિકા વાણી જયરામનું નામ પણ સામેલ હતું. વાણી જયરામને આધુનિક ભારતની મીરા પણ કહેવામાં આવે છે. તેમણે સંગીતની દુનિયાને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હતી.

આ પણ વાંચો - પ્રતીક બબ્બર : દવાના ઓવરડોઝને કારણે મૃત્યુના આરે પહોંચ્યો હતો અભિનેતા

વાણી જયરામે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી અને ઉડિયામાં ઘણાં ગીતો ગાયાં. તેમને તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની ગાયકી કારકિર્દીમાં ઘણા સુંદર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. સંગીત જગતમાં તેમના યોગદાનની હંમેશા પ્રશંસા કરવામાં આવશે.

આ પણ વાંચો - Irrfan Khan: વિદાયના વર્ષ પછી પણ મન ભરીને જેને અલવિદા નથી કહી શકાયું

વાણી જયરામના નિધનના સમાચારથી ફૅન્સ દુઃખી છે.

entertainment news bollywood bollywood news