વિકી કૌશલ અને સારા અલી ખાન કરશે રોમૅન્સ

29 September, 2021 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ષ્મણ ઉતેકરની રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મમાં તેઓ સાથે જોવા મળશે એવી ચર્ચા

વિકી કૌશલ અને સારા અલી ખાન કરશે રોમૅન્સ

વિકી કૌશલ અને સારા અલી ખાન રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉતેકર ડિરેક્ટ કરશે. વિકી અને સારા પહેલાં ‘ધ ઇમ્મૉર્ટલ ઑફ અશ્વત્થામા’માં જોવા મળશે એવી ચર્ચા હતી. જોકે આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. જોકે આ જોડી ફરી સાથે દેખાશે. ‘મિમી’ અને ‘લુકાછુપી’ બનાવનાર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મને દિનેશ વિજન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. તેની આ ત્રીજી ફિલ્મને પણ દિનેશ વિજન જ પ્રોડ્યુસ કરશે. ‘લવ આજ કલ’ બાદ સારા ફરી દિનેશ વિજન સાથે કામ કરશે. આ એક રૉમ-કૉમ ફિલ્મ છે, પરંતુ એમાં સોશ્યલ ટ્વિસ્ટ પણ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ થોડા મહિના અગાઉ જ લૉક કરવામાં આવી હતી અને એનું શૂટિંગ પંદર નવેમ્બરે શરૂ કરવામાં આવશે. 

bollywood news bollywood bollywood gossips sara ali khan vicky kaushal