ભગત સિંહની બર્થ ઍનિવર્સરીએ દેખાશે ‘સરદાર ઉધમ સિંહ’

28 September, 2021 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ ઑક્ટોબરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર વિકી કૌશલની આ ફિલ્મને સ્ટ્રીમ કરવામાં આવશે

વિકી કૌશલ

વિકી કૌશલની ‘સરદાર ઉધમ સિંહ’ને શહીદ ભગત સિંહની બર્થ-ઍનિવર્સરીએ સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મને ૧૮ ઑક્ટોબરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રજૂ કરવામાં આવશે. વિકી કૌશલે ગઈ કાલે જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ ફ્રીડમ ફાઇટર સરદાર ઉધમ સિંહની બાયોપિક છે. આ ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. ૧૯૧૯માં જલિયાંવાલા બાગમાં થયેલી ઘટના માટે જવાબદાર જનરલ ડાયરને સરદાર ઉધમ સિંહે ૧૯૪૦ની ૧૩ માર્ચે યુનાઇટેડ કિંગડમમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. મર્ડરના આરોપસર તેમને ૧૯૪૦ના જુલાઈમાં ફાંસી આપવામાં આવી હતી. આ ફિલ્મનું ટીઝર શૅર કરીને વિકી કૌશલે કૅપ્શન આપી હતી કે ‘શહીદ ભગત સિંહની બર્થ-ઍનિવર્સરીએ તેમના મિત્ર સરદાર ઉધમ સિંહની સ્ટોરી લઈને તમારી સામે આવવાનો મને ગર્વ છે. એક વ્યક્તિ, ઘણા સાથીઓ પરંતુ એક મિશન.’

entertainment news bollywood bollywood news upcoming movie vicky kaushal amazon prime