વિકી કૌશલની મહાવતારનું ભાવિ ડામાડોળ

28 August, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મહાવતાર’નું નિર્માણ મૅડૉક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થવાનું હતું, પરંતુ હવે એ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થશે.

વિકી કૌશલે ‘મહાવતાર’નો ફર્સ્ટ લુક શૅર કર્યો

ગયા વર્ષે ૨૦૨૪માં વિકી કૌશલે ‘મહાવતાર’નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો જે તરત વાઇરલ થયો હતો. અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત ‘મહાવતાર’માં વિકી કૌશલ ચિરંજીવી પરશુરામની ભૂમિકા ભજવી રહ્યો છે. એ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ ક્રિસમસ ૨૦૨૬માં રિલીઝ થશે. જોકે હવે આખું શેડ્યુલ ખોરવાઈ જતાં ‘મહાવતાર’નું ભાવિ ડામાડોળ થઈ ગયું છે.

‘મહાવતાર’નું નિર્માણ મૅડૉક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થવાનું હતું, પરંતુ હવે એ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થશે. વિકી કૌશલ હાલમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’માં વ્યસ્ત છે જેનું શૂટિંગ અપેક્ષા કરતાં વધુ લાંબું ચાલી રહ્યું છે.

‘મહાવતાર’માં વિકી ભગવાન પરશુરામની ભૂમિકા ભજવી રહ્યો છે. એ માટે તેણે લાંબા સમય સુધી ફિટનેસ ટ્રેઇનિંગ લઈને લુક પર કામ કરવું પડશે. ફિલ્મમાં ભારે VFX વર્ક પણ છે જેને કારણે પોસ્ટ-પ્રોડક્શનમાં પણ ઘણો સમય લાગશે. આ કારણસર હવે આ ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવાનું શક્ય નથી રહ્યું અને એનું ભાવિ ડામાડોળ થઈ ગયું છે.

vicky kaushal upcoming movie bollywood bollywood news bollywood buzz entertainment news