05 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલની ફાઇલ તસવીર
વિકી કૌશલ છેલ્લે ૨૦૨૫ની ફિલ્મ ‘છાવા’માં જોવા મળ્યો હતો અને ચર્ચા છે કે તે ‘3 ઇડિયટ્સ’ની સીક્વલનો હિસ્સો બનવાનો છે. હાલમાં આમિર ખાને કન્ફર્મ કર્યું હતું કે બહુ જલદી ‘3 ઇડિયટ્સ’ની સીક્વલ પર કામ શરૂ થવાનું છે ત્યારે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં વિકીનો પણ ખાસ રોલ છે. વિકી આ પહેલાં રાજકુમાર હીરાણી સાથે ‘સંજુ’ અને ‘ડંકી’માં કામ કરી ચૂક્યો છે અને તેને આ સીક્વલની સ્ક્રિપ્ટ પણ બહુ પસંદ પડી છે. મળતી માહિતી પ્રમાણે વિકી, આમિર અને હીરાણી વચ્ચે આ મામલે અનેક બેઠક પણ થઈ ચૂકી છે અને વિકીએ આ ફિલ્મમાં કામ કરવાની તૈયાર બતાવી છે. જોકે ફિલ્મનું શેડ્યુલ હજી સુધી નક્કી નથી થયું અને મેકર્સ તરફથી આની કોઈ જાહેરાત પણ કરવામાં નથી આવી.