વિકી હવે બનશે શાહુ મહારાજ?

02 April, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરી સાથે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે ટીમ છાવા

વિકી ફરી એક વાર લક્ષ્મણ ઉતેકર સાથે કામ કરી શકે છે

વિકી કૌશલની છેલ્લે રિલીઝ થયેલી ‘છાવા’ તેની ઍક્ટિંગ અને પાવરફુલ પટકથાને કારણે સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં વિકીનો રોલ તેના અત્યાર સુધીનાં શ્રેષ્ઠ પાત્રોમાંથી એક ગણાઈ રહ્યો છે

રિપોર્ટ મુજબ વિકી ફરી એક વાર લક્ષ્મણ ઉતેકર સાથે કામ કરી શકે છે. બન્ને વચ્ચે નવી ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે અને એક સ્ટોરી પર કામ પણ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના પુત્ર શાહુ મહારાજના જીવન પર આધારિત હોઈ શકે છે. લક્ષ્મણ ઉતેકર આ રોલ માટે વિકી કૌશલને સાઇન કરવા ઇચ્છે છે અને જો બધું આયોજન મુજબ ચાલશે તો આ ફિલ્મ ૨૦૨૭ અથવા ૨૦૨૮ની શરૂઆતમાં ફ્લોર પર જઈ શકે છે.

vicky kaushal upcoming movie entertainment news bollywood bollywood news