ન્યુ યૉર્કવાલા બર્થ-ડે

17 May, 2022 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટરિના કૈફે તેના પતિ વિકી કૌશલનો જન્મદિવસ ન્યુ યૉર્કમાં સેલિબ્રેટ કર્યો છે.

ન્યુ યૉર્કવાલા બર્થ-ડે

કૅટરિના કૈફે તેના પતિ વિકી કૌશલનો જન્મદિવસ ન્યુ યૉર્કમાં સેલિબ્રેટ કર્યો છે. વિકીનો ગઈ કાલે જન્મદિવસ હતો. તે ૩૪ વર્ષનો થયો છે. તેઓ હાલમાં ન્યુ યૉર્કમાં છે. તેઓ ઘણા દિવસથી ત્યાં વેકેશન માણી રહ્યાં હતાં અને પ્રિયંકા ચોપડા જોનસની રેસ્ટોરાંમાં પણ ગયાં હતાં. વિકી સાથેનો ફોટો શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપતાં કૅટરિનાએ કૅપ્શન આપી હતી કે ‘ન્યુ યૉર્કવાલા બર્થ-ડે. મારો પ્રેમ. એકદમ સરળ ભાષામાં કહું તો તું દરેક વસ્તુને ખૂબ જ સારી બનાવી દે છે.’

bollywood news katrina kaif vicky kaushal