ડિજિટલના રસ્તે ‘સનક’

23 September, 2021 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યુત જામવાલની ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર મલ્ટિપ્લેક્સ પર થશે રિલીઝ

ડિજિટલના રસ્તે ‘સનક’

વિદ્યુત જામવાલની ‘સનક’ ડિઝની+હૉટસ્ટાર મલ્ટિપ્લેક્સ પર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જોકે કઈ તારીખે આ ફિલ્મ રિલીઝ થશે એનો ખુલાસો નથી કર્યો. આ ફિલ્મને વિપુલ અમ્રિતલાલ શાહ, ઝી સ્ટુડિયોઝ અને સનશાઇન પિક્ચર્સે પ્રોડ્યુસ કરી છે અને કનિશ્ક વર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે ચંદન રૉય સન્યાલ, નેહા ધુપિયા અને રુક્મિણી મૈત્રા પણ જોવા મળશે. વિદ્યુત જામવાલ અને વિપુલ અમ્રિતલાલ શાહ પાંચમી વખત સાથે કામ કરી રહ્યા છે. ‘સનક’નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુતે કૅપ્શન આપી હતી કે ‘મેં સાંભળ્યું છે કે ‘સનક’ કંઈ પણ કરાવી શકે છે અને પ્રેમમાં સનકી બનાવી શકે છે. હવે મારી ‘સનક’ કરશે તમામ હદ પાર. મારી આગામી ઍક્શન-થ્રિલર ડિઝની+હૉટસ્ટાર મલ્ટિપ્લેક્સ પર આવવાની છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news vidyut jamwal