રશ્મિકાના વતનમાં યોજવામાં આવ્યું વિરોશનું ભવ્ય રિસેપ્શન

09 April, 2026 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅન્સમાં ‘વિરોશ’ તરીકે જાણીતી વિજય અને રશ્મિકા મંદાનાની જોડીએ રશ્મિકાના વતનમાં યોજાયેલા રિસેપ્શનમાં હાજરી આપી હતી. પાંચમી એપ્રિલે પોતાની ૩૦મી વર્ષગાંઠ ઊજવ્યા બાદ રશ્મિકાએ કર્ણાટકના પોતાના વતન કુર્ગમાં ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

રશ્મિકાના વતનમાં યોજવામાં આવ્યું વિરોશનું ભવ્ય રિસેપ્શન

ફૅન્સમાં ‘વિરોશ’ તરીકે જાણીતી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની જોડીએ રશ્મિકાના વતનમાં યોજાયેલા રિસેપ્શનમાં હાજરી આપી હતી. પાંચમી એપ્રિલે પોતાની ૩૦મી વર્ષગાંઠ ઊજવ્યા બાદ રશ્મિકાએ કર્ણાટકના પોતાના વતન કોડાગુ (કુર્ગ)માં ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં રશ્મિકાએ કુર્ગની પરંપરાગત કોડાવા શૈલીની રેશમી સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફંક્શનમાં વિજય અને રશ્મિકાએ કેક કટ કરી અને પરિવાર તથા મિત્રો સાથે ખુશીઓ વહેંચી હતી.

રિસેપ્શન દરમ્યાન રશ્મિકા થોડીક ભાવુક પણ લાગી હતી. તેણે કહ્યું હતું કે ‘હું આ જ માટીની દીકરી છું. કોડાવા લોકોનો પ્રેમ હંમેશાં મારા માટે ખાસ રહ્યો છે. લગ્ન બાદ પોતાના વતનમાં પાછા આવવું મારા માટે ખૂબ ખુશીની વાત છે. વિજયને કોડાવા સંસ્કૃતિ પ્રત્યે ખાસ લગાવ છે.’

વિજય દેવરકોંડાએ સ્થાનિક ભાષામાં બોલવાનો પ્રયાસ કર્યો અને પછી અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરી. તેણે જણાવ્યું કે તે હંમેશાં માનતો હતો કે અહીંની મહિલાઓ ખૂબ સુંદર હોય છે અને હવે તેનાં લગ્ન પણ કુર્ગની એક યુવતી સાથે થયાં છે અને એથી તે ખૂબ ખુશ છે. 

vijay deverakonda rashmika mandanna bollywood buzz bollywood news bollywood entertainment news