લગ્ન પછી વિરોશા પુરજોશથી કામે લાગી ગયાં

19 April, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માયસા માટે રશ્મિકા બૅન્ગકૉકમાં લઈ રહી છે આકરી સ્ટન્ટ-ટ્રેઇનિંગ

રશ્મિકા મંદાના

વિજય દેવરકોંડા સાથે લગ્ન પછી નાનકડો બ્રેક લીધા બાદ રશ્મિકા મંદાનાએ ફરી કરીઅરમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. હાલમાં તે આગામી ઍક્શન ફિલ્મ ‘માયસા’ માટે બૅન્ગકૉકમાં આકરી સ્ટન્ટ-ટ્રેઇનિંગ લઈ રહી છે. આ ફિલ્મમાં રશ્મિકા એક આદિવાસી યુવતીનું પાત્ર ભજવી રહી છે જેને ન્યાય આપવા માટે ભાવનાત્મક ઊંડાણ સાથે ફિઝિકલ ફિટનેસ પણ જરૂરી છે. 
‘માયસા’ના સ્ટન્ટ-સીન ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર ઍન્ડી લૉન્ગની દેખરેખ હેઠળ શૂટ કરવામાં આવશે. ફિલ્મના ઍક્શનને વાસ્તવિક અને અસરકારક બનાવવા માટે હાલમાં રશ્મિકા બૅન્ગકૉકમાં ઇન્ટેન્સ સ્ટન્ટ અને કૉમ્બૅટ બૂટકૅમ્પમાં દરરોજ લગભગ ૮ કલાક સુધી ટ્રેઇનિંગ કરી રહી છે. આ ટ્રેઇનિંગમાં તે વિશ્વભરના નિષ્ણાતો પાસેથી ઍડ્વાન્સ સ્ટન્ટ-ટેક્નિક, હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બૅટ અને હાઈ-સ્પીડ ઍક્શન કોઑર્ડિનેશન શીખી રહી છે.

હું આ ફિલ્મ માટે મારું બધું આપી દઈશ આવું લખીને વિજય દેવરકોંડાએ કરી નવી ફિલ્મની જાહેરાત

વિજય દેવરકોંડાએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરીને ફૅન્સને સરપ્રાઇઝ આપી છે. તેણે ‘હાય નન્ના’ના ડિરેક્ટર શૌર્યવ સાથેની ફિલ્મની જાહેરાત કરી છે, પણ આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી કરવામાં આવ્યું નથી. વિજય દેવરકોંડાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરતાં જણાવ્યું છે કે ‘આ ફિલ્મ બનાવવા માટે એક શક્તિશાળી ટીમે મુશ્કેલ જવાબદારી પોતાના ખભા પર લીધી છે. હું ખૂબ ખુશ છું કે એક ગ્લોબલ ટીમ નિર્દેશક શૌર્યવના અનોખા વિચારો અને જુસ્સા સાથે આ ફિલ્મ પર કામ કરી રહી છે. મિત્રો, ખુશ થઈ જાઓ, કારણ કે હું આ ફિલ્મ માટે મારું બધું આપી દઈશ.’

rashmika mandanna vijay deverakonda bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news