વિજય દેવરકોંડાએ પત્ની અને મમ્મીની કંપનીમાં ફૅન્સ સાથે ઊજવી ૩૭મી વર્ષગાંઠ

10 May, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય દેવરકોંડાએ ગઈ કાલે પોતાની ૩૭મી વર્ષગાંઠ ઊજવી હતી. આ ખાસ પ્રસંગે હૈદરાબાદના પૉશ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલા તેના ૧૫ કરોડ રૂપિયાના ભવ્ય ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો ભેગા થયા હતા.

વિજય દેવરકોંડાએ પત્ની અને મમ્મીની કંપનીમાં ફૅન્સ સાથે ઊજવી ૩૭મી વર્ષગાંઠ

વિજય દેવરકોંડાએ ગઈ કાલે પોતાની ૩૭મી વર્ષગાંઠ ઊજવી હતી. આ ખાસ પ્રસંગે હૈદરાબાદના પૉશ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલા તેના ૧૫ કરોડ રૂપિયાના ભવ્ય ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો ભેગા થયા હતા. એ સમયે વિજયે પોતાના ઘરની બહાર આવીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેણે હાથ હલાવીને અને ચાહકો સાથે વાતચીત કરીને સૌનો પ્રેમ સ્વીકાર્યો હતો. આ વર્ષની ઉજવણી વધુ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે રશ્મિકા મંદાના સાથેનાં લગ્ન બાદ તેની આ પહેલી વર્ષગાંઠ છે.

વિજય જ્યારે ફૅન્સને મળવા ઘરની બહાર આવ્યો ત્યારે તેની સાથે પત્ની રશ્મિકા અને મમ્મી માધવી પણ હાજર હતાં. બન્ને ચાહકો તરફથી મળતો પ્રેમ જોઈને સતત સ્મિત કરતાં જોવા મળ્યાં હતાં. એ પછી વિજયે ફૅન્સ સાથે ત્રણ લેયરની કેક કાપીને ખુશીથી વાતચીત કરી હતી જેને કારણે આ પ્રસંગ વધુ યાદગાર બની ગયો હતો.

vijay deverakonda rashmika mandanna social media bollywood buzz bollywood news bollywood entertainment news