04 March, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય દેવરકોંડા
તેલુગુ અભિનેતા વિજય દેવરકોંડાએ ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં રશ્મિકા મંદાના સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સોમવારે તેલંગણના થુમ્મનપેટા સ્થિત નવા નિવાસસ્થાને તેણે ગૃહપ્રવેશ વિધિ અને સત્યનારાયણ વ્રતપૂજા કરી હતી.
આ સમયે ચાહકો સાથે મુલાકાત દરમ્યાન વિજયે શુભ પ્રસંગે દેવરકોંડા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ ભેટની જાહેરાત કરી. તેણે તેલંગણના નાગરકર્નુલ જિલ્લાની અચંપેટ વિભાગ હેઠળ આવતી ૪૪ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપની જાહેરાત કરી છે. વિજયની આ જાહેરાતને ફૅન્સ અને પરિવારજનોએ વધાવી લીધી છે. આ જાહેરાત કરતી વખતે વિજયે કહ્યું હતું કે મારા વતનમાં મારું ઘર અને જમીન છે અને હવે હું નિયમિત રીતે અહીં મુલાકાત લેતો રહીશ.