વિજય અને રશ્મિકાએ તેમનાં લગ્નને ખાસ બનાવનાર મહિલાઓનો માન્યો આભાર

27 March, 2026 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રસંગને એક મહિનો પૂર્ણ થયો એ અવસરે ખાસ નોંધ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનાં લગ્નને ૨૬ માર્ચે એક મહિનો પૂર્ણ થતાં કપલે ખૂબ જ ભાવુક અને દિલને સ્પર્શે એવી એક પોસ્ટ શૅર કરી છે.

વિજય અને રશ્મિકાએ તેમનાં લગ્નને ખાસ બનાવનાર મહિલાઓનો માન્યો આભાર

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનાં લગ્નને ૨૬ માર્ચે એક મહિનો પૂર્ણ થતાં કપલે ખૂબ જ ભાવુક અને દિલને સ્પર્શે એવી એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાનાં લગ્નને ખાસ બનાવનાર જ્વેલરી ડિઝાઇનર, વેડિંગ-પ્લાનર અને નજીકના મિત્રો જેવી તેમના જીવનની ખાસ મહિલાઓનો આભાર માન્યો હતો.
વિજયે લખ્યું કે લગ્ન જેવા મોટા પ્રસંગને યોગ્ય રીતે પ્લાન કરવામાં આવે તો એની યાદો જીવનભર ખુશીઓ આપે છે. તેણે ખાસ કરીને પોતાની જ્વેલરી-ડિઝાઇનર અર્પિતા અને તેની ટીમની પ્રશંસા કરી. આ સાથે વિજયે લગ્નની દરેક નાની-મોટી તૈયારીમાં તેની સાથે ઊભી રહેનાર મિત્ર ઐશ્વર્યાને ખાસ આશીર્વાદ ગણાવી. વિજયે પોતાના રિસેપ્શનમાં ઐશ્વર્યાની જ્વેલરી પહેરીને અનોખી રીતે તેનો આભાર માન્યો હતો.
રશ્મિકાએ પણ ઐશ્વર્યાને લઈને ભાવુક નોંધ લખી અને જણાવ્યું કે તે હંમેશાં તેમના માટે સહારો બની રહી છે અને જ્યારે પણ તેમને કોઈની જરૂર પડે છે ત્યારે સૌપ્રથમ ઐશ્વર્યાનો જ વિચાર આવે છે.
કપલે પોતાની વેડિંગ-પ્લાનર પ્રિયાની પણ ખૂબ પ્રશંસા કરી અને તેને પરિવારનો એક ભાગ ગણાવ્યો. બન્નેએ સ્વીકાર્યું કે પ્રિયા વગર તેમનાં લગ્ન એટલાં સુંદર અને પર્ફેક્ટ બની શક્યાં ન હોત.

vijay deverakonda rashmika mandanna bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news