રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ફૅન્સ સાથે શૅર કરી મેંદીના ફંક્શનની પર્સનલ તસવીરો

11 March, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટોઝ શૅર કરતાં રશ્મિકાએ લખ્યું કે, ‘૨૫-૦૨-૨૬ : પ્રધાનમ અને મેંદીની સાંજ`

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં ‘મેંદી’ ફંક્શનની તસવીરો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં લગ્ન ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં થયાં હતાં. હવે રશ્મિકા અને વિજય બન્નેએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેમના ‘પ્રધાનમ’ અને ‘મેંદી’ ફંક્શનની પર્સનલ તસવીરો ફૅન્સ સાથે શૅર કરી છે. આ તસવીરોમાં રશ્મિકા અને વિજય પોતાના પરિવારજનો, મિત્રો અને નજીકના લોકોની સાથે ખાસ ક્ષણો ઊજવતાં જોવા મળે છે. એક ખાસ ક્ષણે વિજય પ્રેમથી રશ્મિકાના માથા પર કિસ કરતો પણ જોવા મળે છે.

ફોટોઝ શૅર કરતાં રશ્મિકાએ લખ્યું કે ‘૨૫-૦૨-૨૬ : પ્રધાનમ અને મેંદીની સાંજ. બધું એટલું પર્ફેક્ટ હતું, પરંતુ સમય કેટલી ઝડપથી પસાર થઈ ગયો.’ તો વિજયે લખ્યું કે ’૨૫-૦૨-૨૬ : પ્રધાનમ અને મેંદીની સાંજ. મજા, ખુશી અને યાદોથી ભરેલી એવી સાંજ, હું ઇચ્છું છું કે એમાં હજી ૧૦૦ કલાક વધુ હોત.’

rashmika mandanna vijay deverakonda celebrity wedding entertainment news bollywood bollywood news