10 February, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય સેતુપતિ
રણબીર કપૂર અને સઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘રામાયણ’નો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાનો છે. નીતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ પોતાના ભારે ભરખમ બજેટ અને સ્ટારકાસ્ટને કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉથનો લોકપ્રિય ઍક્ટર વિજય સેતુપતિ ‘રામાયણ’માં રાવણના ભાઈ વિભીષણનો રોલ ભજવવાનો છે. જોકે આ ચર્ચા અફવા સાબિત થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે વિજય સેતુપતિએ જ આ અફવાઓને નકારી કાઢીને કહ્યું છે કે ‘હું આ પ્રોજેક્ટનો ભાગ નથી. આ વાત ક્યાંથી આવી એની મને ખબર નથી.’