✕

ગર્લફ્રેન્ડના પર્ફોર્મન્સ દરમ્યાન સીટી મારતો ક્લિક થઈ ગયો વિજય વર્મા

15 October, 2026 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય વર્માનું નામ સિન્ગર અને ઍક્ટ્રેસ આલિયા કુરેશી સાથે જોડાઈ રહ્યું છે. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો ઘણા સમયથી ચર્ચામાં છે. જોકે વિજય અને આલિયા બન્નેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

વિજય વર્મા

વિજય વર્માનું નામ સિન્ગર અને ઍક્ટ્રેસ આલિયા કુરેશી સાથે જોડાઈ રહ્યું છે. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો ઘણા સમયથી ચર્ચામાં છે. જોકે વિજય અને આલિયા બન્નેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. હાલમાં આલિયાના આલબમ ‘ઝલ્લી’ના લૉન્ચની ઉજવણી માટે એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનના વિડિયોમાં વિજય વર્મા ગર્લફ્રેન્ડ આલિયાના પર્ફોર્મન્સનો ભરપૂર આનંદ માણતો અને તેને પ્રોત્સાહિત કરતો જોવા મળી રહ્યો છે. વિજય વર્માનો આ અંદાજ સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

vijay kumar aaliyah qureishi viral videos social media bollywood news bollywood gossips bollywood entertainment news launch party