વિશાલ ભારદ્વાજ હવે મહાભારત પરથી ફિલ્મ બનાવવાના પ્લાનિંગમાં

22 February, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મકબૂલ’, ‘ઓમકારા’ અને ‘ઓ રોમિયો’ જેવી ફિલ્મો બનાવનાર વિશાલ ભારદ્વાજ હવે  મહાભારતના આધારે એક ભવ્ય ફિલ્મ બનાવવા માગે છે.

વિશાલ ભારદ્વાજ

‘મકબૂલ’, ‘ઓમકારા’ અને ‘ઓ રોમિયો’ જેવી ફિલ્મો બનાવનાર વિશાલ ભારદ્વાજ હવે  મહાભારતના આધારે એક ભવ્ય ફિલ્મ બનાવવા માગે છે. શેક્સપિયરનાં નાટકો પર આધારિત ફિલ્મો બનાવ્યા બાદ તે આ પ્રોજેક્ટને પોતાની સૌથી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાંની એક ગણાવે છે. 

હાલમાં એક ઇન્ટરવ્યુમાં વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે તે સમગ્ર મહાભારતને આજના સમય પ્રમાણે રજૂ કરવાની ઇચ્છા રાખે છે. વિશાલે જોકે સ્વીકાર્યું કે ‘આ ખૂબ જ વિશાળ અને પડકારજનક કામ છે. હું આ વિષય પર થોડું પ્રાથમિક કામ શરૂ કરી ચૂક્યો છું, પણ આ મારી આગામી ફિલ્મ હશે કે નહીં એ અંગે હજુ નિશ્ચિતતા નથી. હાલમાં તો હું ‘ઓ રોમિયો’ની સફળતાનો આનંદ માણી રહ્યો છું.’

અનેક ફિલ્મમેકર્સ મહાભારત પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે. વિશાલ ભારદ્વાજ સિવાય એસ.એસ. રાજામૌલી તેમ જ આમિર ખાન પણ મહાભારત પરથી ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે.

mahabharat vishal bhardwaj indian films bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news upcoming movie