27 March, 2026 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હવે ઑપરેશન સિંદૂરમાં જોવા મળશે પાકિસ્તાનની હકીકત
અગાઉ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ‘ઑપરેશન સિંદૂર’ નામની ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેર કરી છે. વિવેક અગ્નિહોત્રીએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ભૂષણ કુમાર અને મેં ‘ઑપરેશન સિંદૂર’ સાથે મળીને બનાવવાનું નક્કી કર્યું છે. આ એવી કથા છે જેણે ઉપખંડમાં સુરક્ષાની વ્યાખ્યાને બદલી નાખી છે અને પાકિસ્તાનના પરમાણુભ્રમની હકીકત જાહેર કરી છે. આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ KJS ટાઇની ઢિલ્લોંના પુસ્તક ‘ઑપરેશન સિંદૂર : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન’ પર આધારિત છે. આ કથા પહલગામ આતંકવાદી હુમલા બાદની ઘટનાઓ અને ભારતીય સશસ્ત્ર દળોના વિવિધ વિભાગના સહકારથી કરવામાં આવેલા વ્યાપક રિસર્ચને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે.’
રિપોર્ટ પ્રમાણે ફિલ્મની સ્ટોરી અને પ્લાનિંગ તૈયાર થઈ ગયાં છે પણ હજી સુધી એની સ્ટારકાસ્ટ વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.