વિવેક ઑબેરૉય અને શમિતા શેટ્ટીએ તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં

24 April, 2026 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક અને શમિતાએ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કર્યા બાદ ભગવાન વેન્કટેશ્વરના આશીર્વાદ મેળવ્યા હતા

બન્નેએ તેમની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે

વિવેક ઑબેરૉય તાજેતરમાં તિરુમાલા સ્થિત પ્રસિદ્ધ શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યો હતો. આ સમયે તેની સાથે શમિતા શેટ્ટી પણ હાજર રહી હતી. બન્ને કલાકારોએ ભગવાનના દરબારમાં હાજરી આપીને પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ લીધા હતા.

વિવેક અને શમિતાએ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કર્યા બાદ ભગવાન વેન્કટેશ્વરના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવેક અને શમિતાએ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં બન્નેએ તેમની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

vivek oberoi shamita shetty tirupati entertainment news bollywood bollywood news