વહીદા રહેમાનની તીસરી કસમથી ધી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ન્યુ ઝીલૅન્ડનું થશે ઉદ્ઘાટન

27 August, 2026 01:25 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડમાં યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન સામેલ થશે. તેમની ક્લાસિક ફિલ્મ ‘તીસરી કસમ’ના સ્ક્રીનિંગ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જેમાં વિવિધ ભાષાઓની કુલ ૩૦ ફિલ્મો રજૂ થશે.

વહીદા રહેમાનની તીસરી કસમથી ધી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ન્યુ ઝીલૅન્ડનું થશે ઉદ્ઘાટન

ટૂંક સમયમાં ન્યુ ઝીલૅન્ડમાં ભારતીય ફિલ્મ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ખાસ મહોત્સવમાં ભારતીય સિનેમાનાં જાણીતાં ઍૅક્ટ્રેસ વહીદા રહેમાન પણ સામેલ થશે. આ મહોત્સવમાં તેમની પ્રતિષ્ઠિત ફિલ્મ ‘તીસરી કસમ’નું સ્ક્રીનિંગ કરીને ઉદ્ઘાટન કરવામાં આવશે. 
ન્યુ ઝીલૅન્ડમાં યોજાનારા ધી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ન્યુ ઝીલૅન્ડમાં સામેલ થવા વિશે વહીદા રહેમાને ખુશી વ્યક્ત કરી છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું છે કે ‘મને ખુશી છે કે ધી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ન્યુ ઝીલૅન્ડમાં ભારતીય સિનેમાની સમૃદ્ધિ અને વિવિધતાનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. ફિલ્મ ‘તીસરી કસમ’ મારા હૃદયની ખૂબ નજીક છે. મને ખાસ ખુશી છે કે આ ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને એના કારણે દર્શકોની નવી પેઢીને એની કાલાતીત વાર્તા અને કાવ્યાત્મકતાને જાણવાની તક મળશે.’
ન્યુ ઝીલૅન્ડમાં યોજાનારા આ ભારતીય ફિલ્મ મહોત્સવમાં કુલ ૩૦ ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી ચર્ચાઓ, સ્ક્રીનિંગ બાદ પ્રશ્નોત્તરી સત્રો, નેટવર્કિંગ કાર્યક્રમો અને પુરસ્કાર સમારોહનું પણ આયોજન કરવામાં આવશે.
મહોત્સવની પ્રથમ આવૃત્તિમાં ૧૦ ફીચર ફિલ્મો, ૧૬ શૉર્ટ ફિલ્મો અને ૪ સ્પેશ્યલ સ્ક્રીનિંગ રજૂ કરવામાં આવશે. ગુજરાતી, બંગાળી, મલયાલમ, તેલુગુ, તામિલ, કન્નડ, ફ્રેન્ચ, જૅપનીઝ, હિન્દી, અંગ્રેજી, નેપાળી, કાશ્મીરી અને પંજાબી સહિતની ભાષાઓની ફિલ્મો આ મહોત્સવનો ભાગ બનશે.

waheeda rehman indian cinema indian films international film festival of india new zealand entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood