માસ્ક પહન લો : અનુષ્કા

02 September, 2021 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા હાલમાં વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે લંડનમાં છે. મુંબઈ પોલીસે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે લોકો માસ્ક વગર ફરે છે એને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. મુંબઈમાં કેટલાય લોકો એવા છે જે માસ્ક વગર ફરે છે. અનુષ્કા હાલમાં વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે લંડનમાં છે. મુંબઈ પોલીસે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે લોકો માસ્ક વગર ફરે છે એને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ મુંબઈમાં જોખમ વધી રહ્યું છે. એને જોતાં ઇન્સ્ટાસ્ટોરી પર બે હાથ જોડેલી ઇમોજી શૅર કરીને અનુષ્કા શર્માએ લખ્યું હતું કે ‘માસ્ક પહન લો, દૂસરોં કે બારે મેં ભી સોચ લો ઝરા.’

bollywood news anushka sharma bollywood bollywood gossips entertainment news