13 August, 2021 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે એવી કઈ બાબત છે જે ફિલ્મોને સફળ અને નિષ્ફળ બનાવે છે. તે વેબ-સિરીઝ ‘હ્યુમન’માં શેફાલી શાહ સાથે જોવા મળવાની છે. કીર્તિને પૂછવામાં આવ્યું કે જો ફિલ્મોની નિષ્ફળતાનો દોષ ઍક્ટર્સ પર નાખવામાં આવે તો એ યોગ્ય કહેવાશે? એનો જવાબ આપતાં કીર્તિએ કહ્યું હતું કે ‘આ વાત પણ ઠીક છે. જો ઍક્ટર્સે સારો પર્ફોર્મન્સ ન આપ્યો હોય તો તેમણે દોષ પોતાના માથે લેવો જોઈએ. જોકે પ્રામાણિકપણે કહું તો હું બૉલીવુડમાં થોડાં વર્ષોથી છું, પરંતુ મને ખરેખર નથી સમજ પડતી કે ફિલ્મને સફળ કે નિષ્ફળ કઈ વસ્તુ બનાવે છે. બૉક્સ-ઑફિસ પર ફિલ્મને કેટલી સફળતા કે નિષ્ફળતા મળશે એની ધારણા તમે ન લગાવી શકો. એવું ઘણી વખત બને છે કે ફિલ્મ સારી ન હોવા છતાં એ સફળ થાય છે અને કેટલીક વખત ફિલ્મ સારી હોવા છતાં ધાર્યું પરિણામ નથી મેળવી શકતી. તમે એ જાણી જ નથી શકતા. હું હજી પણ એને લઈને અસમંજસમાં છું. મને લાગે છે કે એ વિશે ક્યાસ લગાવવો અઘરો છે.’