✕

વાઇટ ટૉપ અને કલરફુલ સ્કાર્ફ: સિંગાપોર ગ્રાં પ્રીમાં કરીનાનો છવાયો સ્ટાઇલિશ અંદાજ

11 October, 2026 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાળને સુઘડ રીતે બનમાં બાંધીને કરીનાએ પોતાના લુકને વધુ શાલીન અને સ્ટાઇલિશ બનાવ્યો હતો.

કરીના કપૂર

કરીના કપૂરે સિંગાપોર ગ્રાં પ્રીમાં પોતાના સ્ટાઇલિશ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કરીના હાલમાં ફૉર્મ્યુલા વનની આ ઇવેન્ટમાં પહોંચી હતી અને ત્યાં તેનો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 
કરીનાએ સફેદ રંગના સ્લીવલેસ ટૉપ સાથે રંગબેરંગી ફૂલોની ડિઝાઇનવાળો સ્કાર્ફ પહેર્યો હતો. તેના આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે તેણે મોટા કદનાં રંગીન સનગ્લાસ અને સ્પેશિયલ ડિઝાઇનનાં સોનેરી ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં. વાળને સુઘડ રીતે બનમાં બાંધીને કરીનાએ પોતાના લુકને વધુ શાલીન અને સ્ટાઇલિશ બનાવ્યો હતો.

kareena kapoor singapore bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news