21 January, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટર્કિશ અભિનેત્રી હાંડે એર્સેલને મુકેલી સ્ટોરી સોશ્યલ મીડિયામાં વાયરલ
હાલમાં રિયાધમાં યોજાયેલા જૉય અવૉર્ડ્સ 2026માં બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની હાજરીએ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. આ ફંક્શનના એક વાઇરલ વિડિયોમાં દર્શકો વચ્ચે બેઠેલી ટર્કિશ અભિનેત્રી હાંડે એર્સેલને પોતાના ફોનમાં એક ક્ષણ રેકૉર્ડ કરતી જોવા મળે છે. આ સમયે શાહરુખ ખાન ઇજિપ્તની ઍક્ટ્રેસ અમીના ખલીલ સાથે મંચ પર ઊભો હતો. આ ક્લિપ SRK ફેન પેજિસ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર શૅર કરવામાં આવી હતી. ઘણા યુઝર્સે લખ્યું કે હાંડે એર્સેલ સીક્રેટ રીતે શાહરુખને કૅપ્ચર કરી રહી છે અને તે શાહરુખની મોટી ‘ફૅન ગર્લ’ છે.
જોકે આ વિડિયો જેવો હાંડે એર્સેલ સુધી પહોંચ્યો કે તેણે તરત જ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં આના પર પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, ‘આ અંકલ કોણ છે? હું તો ફક્ત મારી મિત્ર અમીના ખલીલને જ રેકૉર્ડ કરી રહી હતી. હું તેની ફૅન નથી. કૃપા કરીને ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો.’
આ સ્પષ્ટતા બાદ મામલો વધુ ચર્ચામાં આવી ગયો.