09 November, 2025 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિભા રાંટા
કાર્તિક આર્યનની આવનારી ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ શરૂ થઈ છે અને હવે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ વિશે નવી માહિતી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં કાર્તિક આર્યનની હિરોઇન તરીકે પ્રતિભા રાંટાને સાઇન કરવામાં આવી શકે છે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મ માટે સાન્યા મલ્હોત્રાને ફાઇનલ કરવામાં આવી છે, પણ હવે તેની જગ્યાએ પ્રતિભા રાંટાને લેવામાં આવી શકે છે. જોકે હજી આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પ્રિયંવદેશ્વર પ્યારેચંદ નામના એક ઇચ્છાધારી નાગની ભૂમિકા ભજવી રહ્યો છે. ‘નાગઝિલા’ નાગપંચમીના દિવસે એટલે કે આવતા વર્ષે ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે.