05 March, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અર્જુન
‘ધુરંધર’માં રણવીર સિંહની સાથે લીડ ઍક્ટ્રેસનો રોલ કરનાર સારા અર્જુન આ ફિલ્મની સફળતા પછી ભારે લોકપ્રિય થઈ હતી. હવે સારાને ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરની ‘હીર રાંઝા’માં હીરના રોલ માટે સાઇન કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. આ ફિલ્મનું ડિરેક્શન ઇમ્તિયાઝ અલીનો ભાઈ સાજિદ અલી કરશે.
૨૦૧૮માં ઇમ્તિયાઝ અને સાજિદ ‘લૈલા મજનૂ’ નામે ફિલ્મ લઈને આવ્યા હતા, જેમાં તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ‘લૈલા મજનૂ’ની જેમ જ ‘હીર રાંઝા’ પર આધારિત નવી પ્રેમકથા રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે અને આ ફિલ્મની જાહેરાત ૧૪ ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ આ ફિલ્મની ટીમ નવા ચહેરાની શોધમાં છે અને ફીમેલ લીડ માટે સારા અર્જુન મજબૂત દાવેદાર છે. જોકે એનું નામ હજી સત્તાવાર રીતે ફાઇનલ થયું નથી. જો બધું બરાબર રહેશે તો સારા ‘હીર’ના પાત્રમાં જોવા મળી શકે છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ઉનાળા દરમિયાન શરૂ થવાની સંભાવના છે.