11 August, 2026 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
બૉલીવુડમાં સ્ટાર્સની ફી લેવાની રીત હવે ઝડપથી બદલાતી જોવા મળી રહી છે. ઘણા મોટા સ્ટાર્સ ભારે-ભરખમ ફી લેવાને બદલે ફિલ્મના પ્રૉફિટમાં ભાગીદારી કરવાનો રસ્તો પસંદ કરી રહ્યા છે. આ નવા મૉડલ વચ્ચે હવે શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મની ફી પણ ચર્ચાનો મુદ્દો બની છે. રિપોર્ટ પ્રમાણે શ્રદ્ધા ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા’ના ભૂતપૂર્વ શાર્ક અશનીર ગ્રોવરની બાયોપિકમાં તેની પત્ની માધુરી જૈન ગ્રોવરનો લીડ રોલ ભજવવા જઈ રહી છે.
અશનીર ગ્રોવરની બાયોપિક માટે શ્રદ્ધાને લગભગ ૨૦ કરોડ રૂપિયાની ફી ઑફર કરવામાં આવી હોવાની માહિતી છે. જોકે મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધા હવે ભારે ફી લેવાને બદલે ફિલ્મ સાથે કો-પ્રોડ્યુસર તરીકે જોડાઈ શકે છે અને ફિલ્મના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સમાં ભાગીદારી લઈ શકે છે.