હૉલીવુડનો સ્ટાર વિલ સ્મિથ રાકામાં વિલન બનશે?

21 August, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. રિપોર્ટ છે કે હૉલીવુડનો સ્ટાર વિલ સ્મિથ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે અને તેને ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે ઑફર કરવામાં આવી છે. 

હૉલીવુડનો સ્ટાર વિલ સ્મિથ રાકામાં વિલન બનશે?

અલ્લુ અર્જુન અને ઍટલીની આગામી ફિલ્મ ‘રાકા’ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. રિપોર્ટ છે કે હૉલીવુડનો સ્ટાર વિલ સ્મિથ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે અને તેને ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે ઑફર કરવામાં આવી છે. 
મળતી માહિતી પ્રમાણે વિલ સ્મિથ ટૂંક સમયમાં ઍટલીની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘રાકા’ના આગામી શૂટિંગ-શેડ્યુલમાં જોડાઈ શકે છે અને તે પોતાના હિસ્સાનું શૂટિંગ વિદેશમાં કરી શકે છે. હાલમાં વિલ સ્મિથની તારીખો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે ક્યારે શૂટ કરશે એના આધારે વિદેશમાં શૂટિંગનું સ્થળ નક્કી કરવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે વિલ સ્મિથના કૉસ્ચ્યુમ પણ ફાઇનલ થઈ ચૂક્યા છે. જોકે ફિલ્મના મેકર્સે હજી સુધી વિલ સ્મિથના ફિલ્મમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી નથી.

allu arjun hollywood news bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news