વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયર પરમ સુંદરીમાં જોવા મળી એક્સ્ટ્રા તરીકે

04 September, 2025 08:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘પરમ સુંદરી’માં પ્રિયા પ્રકાશ વારિયરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

૨૦૧૯માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના એક ગીતમાં આકર્ષક અંદાજમાં આંખ મારીને ‘વિંક ગર્લ’ તરીકે નૅશનલ ક્રશ બની ગયેલી ઍક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ‌‌્નવી કપૂરની રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘પરમ સુંદરી’માં એક્સ્ટ્રા તરીકે જોવા મળતાં તેના ફૅન્સને ભારે આંચકો લાગ્યો છે.

‘પરમ સુંદરી’માં પ્રિયા પ્રકાશ વારિયરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે લાલ-સફેદ સાડી પહેરીને સિદ્ધાર્થની પાછળ ભીડના બૅકગ્રાઉન્ડમાં બે સેકન્ડના સમય માટે શાંતિથી ચાલતી જોવા મળે છે. આ વિડિયોએ નેટિઝન્સને આઘાતમાં મૂક્યા છે, કારણ કે તેઓ પ્રિયાને જુનિયર આર્ટિસ્ટ તરીકે ફિલ્મમાં જોવાનું વિચારી પણ નથી શકતા.

sidharth malhotra janhvi kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news